દાહોદ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત તાલુકા સંકલન બેઠક યોજાઈ
દાહોદ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટીબી રોગના નિયંત્રણ, વહેલા નિદાન, સારવાર તેમજ ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા વિવિધ વિભાગો વચ્ચે સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને ટીબીના લક્ષણો અંગે માહિતી આપવામાં આવી હતી. બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ઉધરસ રહેવી, તાવ, વજનમાં ઘટાડો અને રાત્રે પરસેવો આવવા જેવા લક્ષણો જણાય તો નાગરિકોએ તાત્કાલિક ટીબીની તપાસ કરાવવી જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી.
દાહોદ તાલુકાના હાઈ રિસ્ક ટીબી ગામોમાં હાલમાં પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા હાઈ રિસ્ક વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. જે-તે ગામમાં પોર્ટેબલ એક્સ-રે કેમ્પ યોજાય ત્યારે ટીબીના લક્ષણો ધરાવતા તેમજ હાઈ રિસ્ક વ્યક્તિઓએ કેમ્પનો લાભ લઈ તપાસ કરાવવા અપીલ કરવામાં આવી હતી.
આ પ�
Dohad, Dahod | Sep 5, 2026