ભચાઉ: હાલરા નજીક સોલાર પાવર પ્લાન્ટમાં ભચાઉ ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ
Bhachau, Kutch | Oct 1, 2026 ગતરોજ ભચાઉ તાલુકાના હાલરા નજીક આવેલા એક સોલાર પાવર પ્લાન્ટ ખાતે ભચાઉ ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.ફાયર વિભાગના ઇન્ચાર્જ પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ તથા ટીમ દ્વારા પ્લાન્ટના સ્ટાફને ઇલેક્ટ્રિક ફાયર અને ગેસ ફાયર અંગેની સલામતી, આગ લાગે ત્યારે લેવામાં આવતી તકેદારી તેમજ આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી અંગે પ્રાયોગિક માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.