સુરતમાં યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન! જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ, કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત
પ્રદર્શન દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન કાર્યકરોએ ટાયર સળગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો, ત્યારબાદ પોલીસે યુવા કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
સુરત શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ મેહુલ દેસાઈએ ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હોવાનો દાવો કર્યો અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા તથા વિશ્વસનીયતા અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરી.
#suratnews #gujaratnews #congress #latestnews
Surat Youth Congress protest, Surat Congress protest, Surat election protest, Gyanesh Kumar resignation, Election Commission protest, Surat political news, Gujarat political
Udhna, Surat | Oct 7, 2026