વલ્લભીપુર: તાલુકાના નવાગામ લોલિયાણા ગામે સફાઈ અભિયાન ગામ લોકો જોડાયા
આજે તારીખ 6 મે ના રોજ સાંજના 6 કલાકે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નવાગામ લોલિયાણા ગામે ગામ લોકો દ્વારા સ્વેચ્છાએ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું, ગામ માં આવેલ ગામ કૂવાની ફરતે તેમજ સરકારી હોસ્પિટલ, મુખ્ય ગેટ સહિત સ્થળોએ સફાઈ કરવામાં આવી હતી, જાહેર સ્થળોએ સફાઈ કરી ગામ લોકોએ સ્વછતા ત્યાં પ્રભુતાનું સૂત્ર સાકાર કર્યું હતું.