દાહોદ જિલ્લામાં કાળી 2 ડેમમાં 91.80% પાણીની આવક થઈ
ઉપરવાસમાં સારા વરસાદને પગલે કાળી-2 ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં કાળી-2 ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 91.80% સુધી ભરાયો છે.
મળતી માહિતી અનુસાર કાળી-2 ડેમની મહત્તમ જળસપાટી 257 મીટર છે, જ્યારે હાલમાં ડેમમાં પાણીની સપાટી 255.90 મીટર સુધી પહોંચી છે. વરસાદના કારણે ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે.
ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જળસંગ્રહ આગામી દિવસોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે પણ લાભદાયી સાબિત થશે.
Dohad, Dahod | Sep 5, 2026