પેટલાદ: CNG ગેસમાં થયેલા ભાવ વધારાને લઇ રીક્ષા ચાલકોમાં રોષ, રણછોડજી સ્ટેન્ડેથી પ્રતિક્રિયા આપી, CNG મા તોતિંગ વધારો
Petlad, Anand | Aug 19, 2026 સીએનજીના ગેસના ભાવ વધારાના વિરોધમાં પેટલાદમાં રીક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલ ગેસના ભાવ વધ્યા છે અને રૂપિયા 88 ઉપર ભાવ થઇ ગયા છે. હાલ અસહ્ય મોંઘવારી વચ્ચે ગેસના ભાવ વધતા રીક્ષા ચાલકોની કફોડી હાલત થવા પામી છે. ત્યારે વહેલી તકે સીએનજી ગેસના ભાવ ઘટાડવામાં આવે તેવી રીક્ષા ચાલકોની માંગ છે.