હાલોલ: હાલોલ ખાતે વરસતા વરસાદમાં દેશભક્તિનો અનેરો માહોલ,ભાજપ દ્વારા ભવ્ય 'તિરંગા યાત્રા' યોજાઈ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રપ્રેમની હાકલને સાકાર કરવાના દ્રઢ સંકલ્પ સાથે આજે ગુરુવારના રોજ હાલોલ નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય 'તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે પણ નગરજનો અને શાળાના બાળકોમાં દેશભક્તિનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.