UPI પેમેન્ટને લઈને મોટો ફેરફાર
UPI ટ્રાન્ઝેક્શનને લઈને લોકોમાં ચાલી રહેલા કન્ફ્યુઝન વચ્ચે NPCIએ નવા નિયમો અંગે સ્પષ્ટતા કરી છે.
15 ઓક્ટોબર 2026થી ₹2,000થી વધુના વેપારી (Person-to-Merchant) UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા Merchant Discount Rate (MDR) લાગુ થશે. આ ચાર્જ વેપારી તરફથી ચૂકવવાનો રહેશે. સામાન્ય રીતે આ ચાર્જ મહત્તમ ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન સુધી રહેશે.
જોકે, ₹2,000 સુધીના UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ સીધો કે આડકતરો ચાર્જ ગ્રાહક અથવા વેપારી પર લગાવી શકાશે નહીં. વ્યક્તિથી વ્યક્તિ (P2P) થતા UPI ટ્રાન્ઝેક્શન પણ અગાઉની જેમ ફ્રી રહેશે.
ખાસ વાત એ છે કે આ ચાર્જ ગ્રાહક પાસેથી વસૂલવાનો નથી, એટલે ગ્રાહકને UPIથી પેમેન્ટ કરતી વખતે અલગથી 0.4 ટકા ચૂકવવું નહીં પડે.
#UPI #UPIUpdates #DigitalPayment #NPCI #UPINews | UPI ટ્રાન્ઝેક્શન, UPI ચાર્જ, NPCI, ₹2000 UPI, ડિજિટલ પેમેન્ટ
Dohad, Dahod | Sep 15, 2026