અંજાર: મોટી નાગલપરમાં સાવકા પિતાએ પુત્ર ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, જાણો સમગ્ર મામલો
Anjar, Kutch | Nov 6, 2025 અંજાર તાલુકાનાં મોટી નાગલપરમાં સાવકા પિતાએ પુત્ર ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો મામલો અંજાર પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર પ્રસરી હતી.પિતા-પુત્રને લાંછન લગાવતા આ બનાવને લઈને ગતરોજ પોલીસે વિધિવત ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે. આ અંગે વધુ તપાસ પી.આઈ. એ. આર. ગોહિલ ચલાવી રહ્યા છે.