લખપત: માતાના મઢમાં પાણીની અછત: અંદાજે ૧૦૦ જેટલા ઊંટોનું ટોળું પાણીની શોધમાં ભટકવા મજબૂર
Lakhpat, Kutch | Oct 2, 2026 કચ્છના રણના વહાણ ગણાતા ઊંટોના અસ્તિત્વ સામે હવે પાણીની ગંભીર અછત ઊભી થઈ છે. માતાના મઢ વિસ્તારમાં પૂરતો વરસાદ ન થવાને કારણે સ્થાનિક તળાવોમાં પાણીનું સ્તર ભારે ઘટી ગયું છે. હાલમાં જ પાણીની શોધમાં નીકળેલું અંદાજે ૧૦૦ જેટલા ઊંટોનું એક વિશાળ ટોળું હાઈવે ઓળંગીને માતાના મઢના સીણસર તળાવ તરફ જતું જોવા મળ્યું હતું.