શહેરા તાલુકાના નવા ભુણીદ્રા ગામના રયજી કટારા સામે અપહરણ અને પોક્સો અધિનિયમ હેઠળ વર્ષ ૨૦૨૪ માં શહેરા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો,જેમાં આરોપી રયજી કટારા અને ભોગ બનનાર હાલ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા હોવાની ટેક્નિકલ અને હ્યુમન સોર્શીસના આધારે પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસને માહિતી મળી હતી,જેના આધારે બંનેને શોધી કાઢી શહેરા પોલીસ મથકે સોંપાયા હતા.