સિહોર: આર્મી મેન જવાનના મકાન પાડી દેવાની નોટિસનો મામલો ગરમાયો, કોંગ્રેસ પ્રમુખ દ્વારા મામલતદારને આવેદન
શિહોર તાલુકાના પીપરડી ગામે આર્મીમાં ફરજ બજાવતા અને ઓપરેશન સિંદૂરમાં પણ ફરજ બજાવી ચૂકેલ જવાનને પોતાના વતન એટલે કે પીપરડી ખાતે પોતાનું મકાન છે જે પાડી દેવાની નોટિસ આપવામાં આવી જેને લઇ રાજકીય ગરમાવો કોંગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી પોતાના દેશ ખાતર સરહદ પર ફરજ બજાવી રહેલ જવાને પોતાના વતનમાં જ મકાન પાડી દેવાની નોટિસ આપવામાં આવી