ગારિયાધાર: ગારિયાધારના ગણેશગઢમાં ઝટકા મશીનનો કરંટ લાગતાં 35 વર્ષીય મહિલાનું કરુણ મોત
ગારિયાધારના ગણેશગઢમાં ઝટકા મશીનનો કરંટ લાગતાં 35 વર્ષીય મહિલાનું કરુણ મોત ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામે વાડી વિસ્તારમાં ઝટકા મશીનનો કરંટ લાગતાં 35 વર્ષીય પરપ્રાંતીય મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, મહિલા વાડીમાં ખેતમજૂરીનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝટકા મશીનના વાયર સાથે સંપર્કમાં આવી ગયા હતા. કરંટ લાગતાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા