વલ્લભીપુર: વલભીપુર તાલુકાના પાટણા ગામના ત્રણ શખ્સને ત્રણ વર્ષની સજા રોકડનો દંડ
પાટણા ગામે રહેતા હરેશ ઉર્ફે કાનો જોધાભાઈ સાટીયા દેવકરણ ઉર્ફ ડેની બાથાભાઈ સાટી અને ઋત્વિક રાજુભાઈ બાવળિયા નામના શકશો વર્ષ 2022 માં એક સગીરાની છેડતી ચેનચાળા કરતા હોય જે બાબતે ઠપકો આપે એની દાજ રાખી સગીર સહિતના શખ્સોએ ભોગ બનનારના કાકા અને કાકા ના દીકરાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સકસો સામે વલભીપુર પોલીસમાં આઇપીસી 323 324 504 506 354 114 અને પોસ્કો એક્ટ 2012 ની કલમ 12 17 gps 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો.