લખપત: લખપતના વર્માનગરમાં એક સમયે ધમધમતું શોપિંગ સેન્ટર આજે નિર્જન: જર્જરિત થતાં અકસ્માતનો ભય
Lakhpat, Kutch | Aug 10, 2026 લખપત તાલુકાના વર્માનગર ખાતે આવેલું અને એક સમયે ધમધમતું શોપિંગ સેન્ટર આજે યોગ્ય જાળવણીના અભાવે તેમજ વસ્તીના ઘટવાથી સાવ સુમસામ અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે. પાનંધ્રો લિગ્નાઇટ ખાણ બંધ થવાની સાથે પાનંધ્રો વીજ મથકના એકમો પણ બંધ થતાં અહીંના કર્મચારીઓની અન્યત્ર ટ્રાન્સફર થઈ હતી. પરિણામે, સ્થાનિક વસ્તીમાં મોટા પાયે ઘટાડો થયો હતો.