હાલોલ: હાલોલ બાયપાસ રોડ બન્યો જીવલેણ, જ્યોતિ સર્કલથી નવજીવન હોટલ સુધી ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકોમાં ભારે રોષ
હાલોલ-શામળાજી સ્ટેટ હાઈવે પર આવેલો હાલોલ બાયપાસ રોડ હાલ વાહનચાલકો માટે અકસ્માતનો ઝોન બની ગયો છે. ખાસ કરીને હાલોલના જ્યોતિ સર્કલથી લઈને નવજીવન હોટલ સુધીના બાયપાસ રોડ પર જગ્યા-જગ્યાએ મોટા અને ઊંડા ખાડાઓ પડી જતાં વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે.