ભચાઉ: નારણસરી સીમમાં ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પર દરોડો
Bhachau, Kutch | Oct 2, 2026 કચ્છ કલેક્ટરની સૂચનાથી મદદનીશ કલેક્ટર-એસડીએમ ભચાઉ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે નારણસરી સીમમાં ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પર આકસ્મિક તપાસ કરી હતી.કાર્યવાહીમાં 1 હિટાચી, 4 ડમ્પર, 1 બાવીસ વ્હીલ ટ્રક અને 1 કોંક્રિટ મિક્સર સહિત 7 વાહન-મશીનરી, આશરે રૂ.3 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. ખેતીની જમીનનો NA પરવાનગી વિના ઔદ્યોગિક ઉપયોગ કરવા બદલ તેમજ ખાણ-ખનીજ નિયમો હેઠળ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.