લખપત: માતાના મઢ ખાતે કચ્છ રાજવી પરિવાર દ્વારા પરંપરાગત પતરી વિધિ સંપન્ન
Lakhpat, Kutch | Oct 19, 2026 કચ્છના આસ્થાધામ અને લખપત તાલુકાના માતાના મઢ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ધાર્મિક ઉત્સાહ સાથે પતરી વિધિ યોજાઈ હતી. આ શુભ પ્રસંગે કચ્છ રાજવી પરિવારના હનુવંતસિંહજી જાડેજા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પતરી ગ્રહણ કરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.