ઉમરાળા: ઉમરાળા તાલુકા સહિત ત્રણ તાલુકાઓને પાણીની સમસ્યા સર્જવાની શક્યતા
પાણી પુરવઠા વિભાગ વલભીપુર દ્વારા જણાવ્યા અનુસાર 220 કેવી ઢાંકી સબ સ્ટેશન ખાતે અનિવાર્ય મરામત અને શટડાઉન કારણે વીજ પુરવઠો બંધ રહેશે જેના લીધે પાણીના પંપિંગ પર સીધી અસર પડશે .. તારીખ 8 5 2026 ને શુક્રવારના રોજ સવારે 8:00 થી સાંજના ચાર વાગ્યા સુધી ઢાંકી પંપીંગ સ્ટેશન ખાતેથી પાણી મેળવતા ઉમરાળા , વલ્લભીપુર , સિહોર તાલુકાના ગામો પાણી પુરવઠો ઓછો મળવા અથવા બંધ રહેવાની સંભાવના છે.