સિહોર: ટાણા રાજપરા સોલાર પ્રોજેક્ટ ના કામમાં માણસો રાખવા બાબતે મન દુઃખ થતા દાઝ રાખી નુકસાની પહોંચાડી
શિહોરના ટાણા રાજપરા ગામે સોલાર પ્રોજેક્ટના કામમા માણસો રાખવા બાબતે મનદુઃખ થયેલું જેની દાજ રાખી નુકસાની પહોંચાડતા યુવરાજસિંહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી રણજીતભાઈ મોરી અને અન્ય અજાણ્યા ત્રણ ઇસમો દ્વારા રાત્રિના સમયે આવી પ્લાન્ટમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વાહનોના કાચ તોડી પચાસ હજાર રૂપિયા જેટલી નુકસાની કરેલ અને માણસોને ભૂંડા બોલી ગાળો આપતા શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે