સિહોર: એક કરોડના ફાયર ફાઈટર ને નુકસાની મામલે. વિરોધ પક્ષ દ્વારા લાલ આંખ બાદ ચીફ ઓફિસરે ફરિયાદ ની તાજવીજ
શિહોર નગરપાલિકામાં હાલમાં અર્બન ડેવલોપમેન્ટ દ્વારા પ્રજાના સુખાકારી માટે અંદાજિત એક કરોડની કિંમતનું આધુનિક ફાયર ફાઈટર ફાળવવામાં આવ્યું છે આવારા તત્વો દ્વારા આ નવા ફાયર ફાઈટરને નુકસાની કરવામાં આવી છે તોડફોડ કરવામાં આવી જેને લઇ વિરોધ પક્ષના નેતા દ્વારા અને ચીફ ઓફિસર દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરતા હડકમ મચી ગયો આવા કૃત્ય અંગે પોલીસ દ્વારા પૂછતા જ અને સીસી ટીવી કેમેરા ચેક કરવાનું અને ઝીણાવટ પરથી તપાસ હાથ ધરી