સુરત | અલથાણના રાજહંસ સિમ્ફોનિયામાં બાળકો વચ્ચે રમતાં રમતાં થયેલી ઘટના ગંભીર બની
સોસાયટીના કિડ્સ ઝોનમાં રમતી વખતે સ્માઈલી બોલ એક બાળકીના વાગ્યો
બોલ વાગતાં બાળકીના પિતા વર્ધમાન શાહે 9 વર્ષના બાળકને માર માર્યો
“જોઈને રમી શકતો નથી?” કહી બાળકને 5-6 થપ્પડ મારવામાં આવી
બાળકને નીચે પાડી ઘૂંટણિયે બેસાડી બાળકીની માફી મંગાવવામાં આવી
બાળકને કાન પકડાવી માફી મંગાવવામાં આવી
ઘટનાથી બાળક ગભરાઈ ગયો અને કપડામાં જ પેશાબ થઈ ગયો
પરિવારજનો બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા
બાળકના ગાલ પર સોજો આવ્યો હોવાની માહિતી
બાળકની માતા પ્રોફેસર જાગૃતિ સોનાલિયાએ અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાવી
ફરિયાદના આધારે મારપીટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
અલથાણ પોલીસે આરોપી વર્ધમાન અમરીશ શાહની ધરપકડ કરી
સમગ્ર મામલે અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી
#krantisamaynews #krantisamay #surat #althan
Udhna, Surat | Oct 5, 2026