સુરત | મહાત્મા ગાંધીજીના ફોટા સાથે વાંધાજનક રીલ બનાવવાના કેસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સિમરન પટેલની ધરપકડ
ગાંધી જયંતિના દિવસે Instagram પર વાંધાજનક કોમેડી રીલ અપલોડ કરવામાં આવી હતી
500 રૂપિયાની નોટ પર રહેલા ગાંધીજીના ફોટાનો રીલમાં ઉપયોગ કરાયો હતો
રીલને લઈને 2 ઓક્ટોબરે NGO દ્વારા સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરવામાં આવી
ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી
PI એન.આર. પટેલની ટીમે પાલ-અડાજણ વિસ્તારમાંથી સિમરન પટેલને ઝડપી પાડી
Instagram પર વધુ વ્યૂઝ અને લાઇક્સ મેળવવા રીલ બનાવ્યાની પોલીસની માહિતી
પોલીસે આરોપી પાસેથી માફી માંગતો વીડિયો બનાવડાવ્યો
સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો
સુરત સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
સુરત પોલીસની અપીલ: સસ્તી પ્રસિદ્ધિ માટે લોકોની લાગણી દુભાય તેવી પોસ્ટ ન કરવા સૂચના
#krantisamaynews #krantisamay #surat #adajan
Udhna, Surat | Oct 5, 2026