Surat Lawyers Strike: ગુજરાતમાં 1.40 લાખથી વધુ વકીલો હડતાળ પર! નવા બિલના વિરોધમાં કોર્ટ કામગીરીને અસર
ગુજરાતમાં નવા ભાડા વિધેયક બિલના વિરોધમાં 1.40 લાખથી વધુ વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હોવાની માહિતી સામે આવી છે.
રાજ્યના 282 વકીલ મંડળો આ વિરોધમાં જોડાયા છે. નવા બિલમાં સત્તાના ફેરફાર સામે વકીલોએ વિરોધ નોંધાવી બિલ પરત ખેંચવાની માંગ કરી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ હડતાળને સમર્થન આપ્યું છે. હડતાળને પગલે રાજ્યમાં કોર્ટની કામગીરી પર અસર થવાની સ્થિતિ ઊભી થઈ છે.
આ મામલે સરકાર અને વકીલ પ્રતિનિધિઓ વચ્ચે હર્ષ સંઘવીની હાજરીમાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. સરકારના હકારાત્મક અભિગમ બાદ વધુ બેઠક યોજાવાની શક્યતા છે, પરંતુ બિલ પરત ખેંચવાની માંગ સાથે હડતાળ યથાવત છે.
#SuratBreaking #GujaratNews #LawyersStrike #GujaratLawyers #CourtNews BreakingNews
Gujarat Lawyers Strike, Gujarat Lawyers Protest, Gujarat Advocate Strike, Gujarat News, Surat Breaking News, Gujarat Court News, Lawyers Strike Gujarat, Bar Council of Gujarat, Gujarat Lawyers Association, New Rent Bill Gujarat, Rent Bill Gujarat, Gujarat Legal News,
Udhna, Surat | Oct 5, 2026