ઉધનામાં બે માળની જર્જરિત બિલ્ડિંગની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
સુરત શહેરમાં જર્જરિત બિલ્ડીંગોનું જોખમ હજુ પણ યથાવત હોય તેમ ઉધના રોડ નંબર 13 પર આવેલી બે માળની જર્જરિત બિલ્ડીંગની ગેલેરીનો ભાગ વહેલી સવારે અચાનક ધરાશાયી થયો હતો. સદનસીબે સવારે પાંચ વાગ્યાના અરસામાં ઘટના બનતા કોઈ જાનહાનિ થઈ નથી.
#udhana #building #jarjarit #videoviral #surat #ssknews