ગારિયાધાર: ગારીયાધારમાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા
ગારીયાધારમાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો પચ્ચેગામ રોડ પર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાછળ કચરો ફેંકાતો હોવાના આક્ષેપો ગારીયાધાર શહેરના પચ્ચેગામ રોડ પર આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાછળ સ્વચ્છતાની સ્થિતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં નગરપાલિકા દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ અને કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માધ્યમથી કચરો નાખવા આવનાર વ્યક્તિની હિલચાલ રેકોર્ડ થઈ શકે છે.