અંજારના ટાઉનહોલ પાસે ઊભા રહી એક શખ્સ લોકો પાસેથી આંકડા લેતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ આજે સાંજે અહીં દોડી આવી હતી. પોલીસને જોઇ નાસવા જતા પન્ટર એવા જિતેન્દ્ર જયંતીલાલ ઠક્કરને ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સ પાસેથી આંકડાનું સાહિત્ય તથા રોકડ રૂા. 1000 જપ્ત કરાયા હતા. આ શખ્સ ઉપર આંકડા કોને આપતો હતો તે બહાર આવ્યું નહોતું.