ચુડા ના છલાળા ગામના રાહુલ મનજીભાઇ ઝેઝરીયા એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ કંથારીયા તરફ રોડ પર સવારે રનિંગ કરી આવ્યા બાદ સાઇડમાં ઉભા હતા ત્યારે પુરપાટ ઝડપે નીકળેલી GJ 19 M 6273 નંબરની કારના ચાલકે તેઓને તથા જયરાજ ધરજીયા ને અડફેટે લઇ અકસ્માત સર્જી ભાગી છુટ્યો હતો જે ઘટનામાં બંને મિત્રોને ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડાયા હતા ચુડા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભાગી છુટેલા વાહન ચાલક ની તપાસ હાથ ધરી છે