ગત તારીખ 11 મે ના રોજ રાત્રીના 12 કલાકે ભાવનગર - વલ્લભીપુર રોડ પર ચોગઠ ઢાળ નજીક બોટાદ એસ. ટી .ડેપોની GJ 18 ZT 1932 નું આગળના વ્હિલનું ટાયર ફાટતાં ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, સદ નસીબે એસ.ટી બસ માં કોઈ મુસાફરો સવાર ન હોવાથી જાન હાની ટળી હતી. એસ. ટી. બસ ને ભારે નુકસાની થવા પામી હતી.