બારડોલી: બારડોલીના તબીબી જગતમાં શોકની લાગણી : જાણીતા ગાયનેક તબીબના પુત્રએ જીવન ટૂંકાવ્યું
Bardoli, Surat | Feb 9, 2026 બારડોલીના તબીબી જગતમાં દુઃખદ અને ચકચારજનક ઘટના સામે આવી છે. જાણીતા ગાયનેક તબીબ ડૉ. ગૌતમ વ્યાસના 26 વર્ષીય પુત્રએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અભ્યાસ માટે રાખવામાં આવેલા ફ્લેટમાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ દુઃખદ ઘટના બારડોલીના ડ્રિમ હાઇટ્સ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 108માં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ યુવક છેલ્લા ઘણા સમયથી કોઈ કારણસર માનસિક રીતે ડિપ્રેશનમાં હતો હોવાનું જાણવા મળ્યું છ