બારડોલી: બારડોલીના મસાડ ગામે પ્રેમ પ્રકરણમાં થયેલ બબાલમાં પોલીસ કાર્યવાહી શરૂ 13 લોકોની ધરપકડ થઈ
Bardoli, Surat | Feb 6, 2026 આક્રોશમાં આવી ગયેલા ઈસમો એ હળપતિ સમાજની બે મહિલાઓ અને ત્રણ યુવાનોને ઝાડ સાથે બાંધીને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના નો વિડીયો પણ વાયરલ થયો હતો. જેથી પોલીસે 13 ઈસમો સામે ફરિયાદ નોંધી પોલીસ પણ હરકત માં આવી હતી. બારડોલી રૂરલ પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ , રાયોટિંગ સહિત જાનથી મારી નાખવાની ધમકી જેવી કડક કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. અને ગણતરી ના કલાકો માં પોલીસે મહિલા તેમજ પુરુષો મળી 13 જેટલા ઈસમો ની અટકાયત કરવામાં આવી છે.