બારડોલી: કેદારેશ્વર મંદિરની સામે આવેલ કેદારેશ્વર મંદિર ફળિયામાં ગઈકાલે રાત્રે દિપડાની હાજરીથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો
Bardoli, Surat | Feb 5, 2026 કેદારેશ્વર મંદિર ફળિયામાં રહેતા વિજયભાઈ રાઠોડ રાત્રિના સમયે પોતાના ઘરની બહાર ખાટલા પર સૂતા હતા. રાત્રે અંદાજે ૧૧ વાગ્યાની આસપાસ રખડતા કુતરાઓના ભોકવાના અવાજથી તેઓ જાગી ગયા હતા. અવાજ સાંભળતા વિજયભાઈએ ખાટલા પર માથું ઊંચું કરીને જોયું ત્યારે આશરે ૧૦ ફૂટના અંતરે સામે દિપડો ઉભેલો જોવા મળ્યો હતો. દિપડાને નજીક જોઈ વિજયભાઈએ તાત્કાલિક ચારસો ઓઢી લીધો હતો અને ચારસાની આડમાંથી દિપડાનો વીડિયો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કર્યો હતો.