બારડોલી: બારડોલીની જે.એમ. પટેલ હાઈસ્કૂલની અનોખી પહેલ: કુમકુમ તિલક અને ચોકલેટ સાથે વિદ્યાર્થીઓએ આપી બોર્ડની મોડેલ ટેસ્ટ
Bardoli, Surat | Feb 5, 2026 બારડોલીની જે.એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એક સરાહનીય અને લાગણીસભર પ્રયોગ કરવામાં આવ્યો છે. પરીક્ષા નહીં, જાણે ઉત્સવ! શાળાના આચાર્યા સ્નેહલબેન પટેલના માર્ગદર્શન હેઠળ, આગામી ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ પૂર્વે વિદ્યાર્થીઓને બોર્ડ જેવો જ અનુભવ આપવા માટે 'મોડેલ ટેસ્ટ' (રિહર્સલ ટેસ્ટ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાની ખાસિયત એ હતી કે તેમાં વાતાવરણ તણાવભર્યું નહીં પણ પ્રોત્સાહક રાખવામાં આવ્યું હતું: