*આજ રોજ તા. 22/08/2026, લીમડી ખાતે*
ભાવનગરમાં બનેલ ગંભીર લઠ્ઠાકાંડના વિરોધમાં અને ગુજરાતમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના ગેરકાયદે વેપારને લઈને આમ આદમી પાર્ટી લીમડી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી. કાર્યકર્તાઓનું કહેવું છે કે દારૂબંધી હોવા છતાં ઠેર-ઠેર દારૂ મળે છે અને ગરીબ પરિવારો લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવે છે, જે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે.
ધરણા શરૂ થતાં જ પોલીસ પ્રશાસન દ્વારા તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
*આમ આદમી પાર્ટી - લીમડી દાહોદ*
#લઠ્ઠાકાંડ #Bhavnagar #Gujarat #AAPGujarat #HarshSanghvi
Dohad, Dahod | Aug 22, 2026