અંજાર: ગોવર્ધન નંદીશાળામાં ઠંડીને લઈને મહંત ત્રીકમદાસજી મહારાજ દ્વારા નંદીઓ માટે વિશેષ ઈલેક્ટ્રિક હીટર સહિતની વ્યવસ્થા
Anjar, Kutch | Dec 2, 2025 અંજારની ગોવર્ધન નંદીશાળામાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા હાલ શિયાળાની ઋતુને ધ્યાન ધ્યાનમાં રાખીને નંદીઓની સંભાળ માટે ઈલેક્ટ્રિક હીટર સહિતની વ્યવસ્થા ઊભી આવી છે.નંદીશાળાના શેડોમાં ઇલેક્ટ્રિક હીટર લગાવવામાં આવ્યા છે, જેથી શેડનું આંતરિક તાપમાન સ્થિર રહી શકે અને નંદીઓને અતિશય ઠંડી અનુભવાય નહીં. હીટરનો ઉપયોગ નિષ્ણાતોની સલાહ મુજબ સુરક્ષિત રીતે કરવામાં આવી રહ્યો છે, જેથી પશુઓને કોઈ પ્રકારનું જોખમ ન રહે.