મજુરા: ભાઠેના માં માસૂમ સાત વર્ષના બાળક પર બે શ્વાનો નો હિંસક હુમલો,ગંભીર હાલતમાં સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયો
Majura, Surat | Dec 2, 2025 સુરતમાં ફરી શ્વાનો નો આતંક જોવા મળ્યો છે.સુરતના ભાઠેના વિસ્તારમાં સાત વર્ષના બાળક પર બે શ્વાનો એ જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતમાં.બાળકને માતા પિતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બાળકના માથા અને શરીરના અલગ અલગ ભાગો પર ઇજાના ગંભીર નિશાન મળી આવ્યા હતા.જ્યાં બાળકને તાત્કાલિક ફરજ પરના હાજર તબીબોએ દાખલ કરી સારવાર શરૂ કરી હતી.શ્વાનો નો આતંક જોતા પાલિકાની કામગીરી સામે.ફરી સવાલ ઉઠ્યા હતા.