રાજકોટ પૂર્વ: સિવિલ હોસ્પિટલમાં સીલિંગફેન તૂટતાં યુવક ઈજાગ્રસ્ત થયો
શહેરની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 11 વાગ્યાની આસપાસ સિવિલના ઓપીડી વિભાગમાં આવેલો સીલીંગ ફેન અચાનક તૂટીને એક યુવકના માથા પર પડ્યો હતો. જેનાથી યુવક લોહીલુહાણ થઈ ગયો હતો અને સારવાર લીધા વિના હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો. આપંખોજો કોઈ બાળક પર પડ્યો હોત તો ઘટના વધુ ગંભીર હોત તેવી ચિંતા ઉપસ્થિત દર્દીઓએ વ્યક્ત કરીહતી. ક્યારે સરકાર દર્દીઓની સલામતી અંગે વધુ સારા પગલા લે તેવી લાગણીદર્દીઓએવ્યક્ત કરીહતી