રાજકોટ પૂર્વ: ખખડધજ સીટી બસોને લીધે થતાં હવાના પ્રદુષણનો વિડીયો વાયરલ થયો
રાજકોટની ખખડધજ સીટી બસોમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા હોય તેવો વિડિયો આજે સવારે 11વાગ્યાની આસપાસ એક બાઈક ચાલકે વાયરલ કર્યો છે. સીટી બસો નીકળતી હોય છે ત્યારે રાજમાર્ગો પર ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે જેને લઈને હવાનું પ્રદૂષણ વધે છે. ત્યારે મહાનગરપાલિકાએ સીટી બસોનું મેન્ટેનન્સ કરવું જરૂરી છે. અને જૂની ખખડધજ સીટી બસોની જગ્યાએ નવી સીટી બસો વસાવવાની આવશ્યકતા ઊભી થઈ છે.