રાજકોટ પૂર્વ: બેડી ચોકડીએ વાલ્વ લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાયું
શહેરમાં ફરી વધુ એક વખત હજારો લિટર પાણીનો વેડફાટ થયાની ઘટના સામે આવી છે.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે બુધવારે સવારે 11 વાગ્યાની આસપાસ રાજકોટની ભાગોળે બેડી ચોકડી નજીક મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં વાલ્વ લીકેજ થતા પ્રેશર સાથે રસ્તા પર પાણીનો ફુવારો ઉડ્યો હતો.આ વાલ્વ લગભગ બે કલાક સુધી લીકેજ રહેતાં હજારો લિટર પાણી વેડફાયું હતું. બાદમાં મનપાની શાખાને આ ઘટનાની જાણ થતા વોટર વર્કર્સના અધિકારીઓ તરતજ સ્થળ પર દોડી ગયા હતા અને સમારકામ હાથ ધર્યું હતું.