રાજકોટ પૂર્વ: TRP ગેમઝોનઅગ્નિકાંડની તપાસમાં ઓક્ટોબર 2022માં શ્રેયસ ઐયર સહિતના ક્રિકેટરોએ પણ ગેમઝોનની મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની તપાસ ચાલી રહી છે, ત્યારે આ તપાસમાં ઓક્ટોબર 2022 માં શ્રેયસ ઐયર સહિતના ક્રિકેટરોએ પણ ગેમઝોનની મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. ક્રિકેટરો જેવી સેલિબ્રિટીઓની મુલાકાત છતાં તંત્ર આ મામલે લાપરવાહ રહ્યું તેનાથી પણ નવા પ્રશ્નો ઉદભવી રહ્યા છે. સીટનો આખરી રિપોર્ટ આવ્યા બાદ વધુ અધિકારીઓ નિશાન બને તેવી આશંકા સેવાઈ રહી છે.