રાજકોટ પૂર્વ: રામાપીર ચોકડી પાસે દોઢ વર્ષની બાળકી અગાસી પરથી પડી જતાં મોત થયું
શહેરમાં ફરી વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રામાપીર ચોકડી પાસે આવેલ શાસ્ત્રીનગરમાં એક બાળકી સવારે અગાસી પરથી રમતા રમતા પડી જતા તેને ગંભીરે ઈજાઓ પહોંચી હતી. આથી સારવાર અર્થે તેને સિવિલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બપોરે 12:15 વાગ્યાની આસપાસ તેનું અવસાન થતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.યુનિવર્સિટી પોલીસે આ મામલે પરિવારજનોનું નિવેદન નોંધી બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.