લખપત: દયાપર પોલીસની 'તેરા તુજકો અર્પણ' ઝુંબેશ: ₹11.21 લાખથી વધુનો ચોરાઉ અને ગુમ થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો
Lakhpat, Kutch | Aug 13, 2026 કચ્છની દયાપર પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરીને ચોરી થયેલા તેમજ ગુમ થયેલા રૂ. 11.21 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત સોંપ્યો છે. દયાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ સફળ કામગીરીમાં લોકરક્ષક વિજયસિંહ મંગળસિંહ અને લોકરક્ષક ભાવસિંહ મુળજીભાઈ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.