આણંદ શહેર: આણંદના હાડગુલમાં મહિલા પર છરાથી હુમલો કરનાર આરોપી ઝડપાયો
આણંદના હાડગુલ વિસ્તારમાં મહિલા પર છરાથી હુમલો કરનાર આરોપી તેજપ્રસાદ છબીલાલને પોલીસે ઝડપી પાડ્યો છે. હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે ડીવાયએસપી જે. એન. પંચાલે માહિતી આપી છે કે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.