ચુડા: ચુડાના મોજીદડ ગામે પોલીસના દરોડા: 8 લિટર દેશી દારૂ સાથે એક મહિલા સામે ગુનો દાખલ
ચુડા પોલીસે બાતમીના આધારે મોજીદડ ગામે રંજનબેન ઉર્ફે ગીતાબેન ડાંગરેચાના ઘરે દરોડો પાડી 1600 રૂપિયાનો 8 લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. આરોપી મહિલા સ્થળ પર હાજર ન મળતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.