પુણા: નગરના અડાજણમાં ભગવાન પાર્ક સોસાયટીમાં 150 ઘરોમાં ભાડુઆતની તપાસ, ઓનલાઈન રજિસ્ટ્રેશન નહી કરાવતા મકાન માલિકો સામે કાર્યવાહી
Puna, Surat | Nov 29, 2025 સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ભગવાન પાર્ક સોસાયટીમાં અડાજણ પોલીસ દ્વારા ભાડુઆત ની તપાસ કરવામાં આવી હતી.સીટીઝન પોર્ટલ વેબસાઇટ પર ભાડુઆત નું ઓનલાઇન રજિસ્ટ્રેશન મકાન માલિકોએ કરાવ્યું નહોતું.જેથી આવા મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.અંદાજિત 150 થી વધુ બંગલા,મકાન અને દુકાનમાં આ તપાસ કરવામાં આવી હતી.જે દરમ્યાન કેટલાક મકાન માલિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું.