લખપત: લખપતના પુનરાજમાં લિગ્નાઇટ ખાણકામનો ધમધમાટ શરૂ: દિવાળી પછી મોટા પાયે ઉત્પાદનની શક્યતા, વિસ્તારના વિકાસની જાગી આશા
Lakhpat, Kutch | Oct 3, 2026 કચ્છના લખપત તાલુકાના પુનરાજ ખાતે લિગ્નાઇટ ખાણકામનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ખાણને મંજૂરી મળ્યા બાદ હાલ આ વિસ્તારમાં પૂરજોશમાં ઉત્ખનનની કામગીરી ચાલી રહી છે. આયોજન મુજબ આગામી દિવાળી પછી અહીંથી લિગ્નાઇટનું મોટા પાયે ઉત્પાદન શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ સાથે જીએમડીસીની પાનધ્રો એક્સ્ટેન્શન ખાણ પણ ટૂંક સમયમાં જ શરૂ થઈ શકે છે. રેલવે અને સિમેન્ટ ઉદ્યોગને બળ આપતી આ લિગ્નાઇટ ખાણો શરૂ થવાથી સ્થાનિક સ્તરે રોજગારી વધશે.