માણાવદરના ભીંડોરા ગામે દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાના મામલે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ બનાવની વિગત મુજબ ફરીયાદી મનવીર વાસણભાઈ છૈયા (ઉ.30) રે. ભીંડોરા વાળાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ અન્ય સાથે ગામની પ્રા.શાળા પાછળ દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા ગયા હતા. ત્યારે આરોપીઓ જયદેવ રામાભાઈ કામલપરા રા. ભીંડોરા, ધર્મેશ ઉર્ફે ધમો કોરડીયા રે. ટીકર (વંથલી) અને મીલન કોળી રહે. સરદારગઢ વાળાઓએ ફટાકડાની ના પાડી આરોપી જયદેવ રામાએ