હાલોલ: હાલોલ-પાવાગઢ રોડ પર હિટ એન્ડ રન, ગાયને અડફેટે લેતા કરૂણ મોત, કાર ચાલક ફરાર
હાલોલ-પાવાગઢ રોડ પર આવેલા નવા સ્પોટ કોમ્પ્લેક્ષ નજીક એક દર્દનાક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.તા.12 ઓગસ્ટ બુધવારના રોજ મોડી રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલી ગાયને જોરદાર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ગાયનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો.