સિહોર: રથયાત્રા અનુસંધાને શાંતિ સમિતિની બેઠક DYSP ની અધ્યક્ષતામાં યોજવામાં આવી
જગન્નાથજી રથયાત્રા તેમજ વેલનાથ બાપાની શોભાયાત્રા યોજનાર છે ત્યારે સિહોર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન ના.પો અધિક્ષક ચિંતન પટેલની અધ્યક્ષતામાં સિહોર કે.એ.ગઢવીની હાજરીમાં કરવામાં આવેલું હતું આ બેઠક માં રથયાત્રા સમિતિના આયોજકો, આગેવાનો પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગ દરમિયાન સમગ્ર રથયાત્રા પૂર્વે કે રથયાત્રા સમયે કોઈ સોશિયલ મીડિયામાં કોઈ અફવાઓ કે લાગણી દુભાય તેવી પોસ્ટ ના મૂકે તેવી અપીલ કરવામાં આવીહતી