સુરત બ્રેકિંગ | દિવાળીના તહેવારો વચ્ચે ચોરીની ઘટનાઓને અંજામ આપતા શખ્સો ઝડપાયા!
સુરતના ઊન પાટિયા ભીંડી બજારમાં ટેમ્પોમાંથી મોબાઇલ ફોનની ચોરી કરી રહેલા આમીર અને અમીન નામના બે શખ્સોને સ્થાનિક લોકોએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તહેવારોની ભીડ વચ્ચે ચોરીનો પ્રયાસ કરતા શખ્સોને સ્થાનિકોની સતર્કતાથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે.